પ્રકરણ ૫ - "ગોરી રાધા ને કાળો કાન" "કર્તરી, ક્યાં પહોંચી યાર? જલ્દી આવ ને. આજે તારે જ મને તૈયાર કરવાની છે." કર્તરી કોલેજમાં પ્રેઝન્ટશન સબમીટ કરવા ગઈ હતી. લેપટોપ બંધ કરતાં કરતાં બોલી , "અરે આવું છું ૧૫ મિનીટમાં. જીજુને મળવાનો ઉત્સાહ તો જોવો!" "પ્લીઝ, અત્યારે તો ચીડવવાનું બંધ કર. અને જલ્દી આવ. બાય." શ્યામિકાબેન સવારથી ગીતિને ઉત્સાહિત તેમજ ચિંતીત જોતાં હતાં. તેઓ ગીતિની લાગણી સમજી ગયા હતા. તેમને ગીતિ ઉપર અને પોતાના આપેલા સંસ્કારો ઉપર પૂરો વિશ્વાસ હતો. તેમણે અત્યારે કંઈ પણ પૂછવાનું ટાળ્યું. તેમણે વિચાર્યું કે ગીતિ યોગ્ય સમય એ જરૂર થી વાત કરશે. "હાઈ મોમ! "