અર્ધ અસત્ય. - 3

(238)
  • 11.6k
  • 15
  • 9.3k

રમણ જોષીને ક્યાંય ચેન પડતું નહોતુ. જ્યારથી તેણે પેલા એક્સિડન્ટનુ રિપોર્ટીંગ કર્યુ હતુ ત્યારથી તેના મનમાં એક અજાણ્યો અજંપો ઉદભવ્યો હતો. તેમાં પણ જે રીતે સબ-ઇન્સ્પેકટર અભય ભારદ્વાજનું નામ એ કિસ્સામાં ઉમેરાયુ હતુ અને તેને દોષી માનીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો એ પછી તો તે વિચારોના ચગડોળે ચડી ગયો હતો. રમણ જોષી પોતે એક સિનિયર પત્રકાર હતો. અત્યાર સુધીમાં આવા ઘણા કિસ્સા તેની કારકિર્દીમાં સામે આવ્યાં હતા એટલે એક અનુભવી પત્રકાર તરીકે તેને તરત સમજાયું હતુ કે અભયને આમાં ખોટો ફસાવાયો છે.