એબસન્ટ માઈન્ડ - 7

  • 3.4k
  • 1.5k

કોઈ સ્થળે જઈએ તો ઘણીવાર કોઈ સાથે ન આવ્યુ હોય એનો અફસોસ નથી રહેતો, સ્વાર્થીપણું આવી જાય કે આ દ્રશ્ય- સ્થળ ફક્ત મેં જોયુ અથવા સૌથી પહેલાં મે જોયુ, સનાસર લેક જોઈને એવું જ થયું આજે સવારે આરામથી ઉઠ્યો. ચાર દિવસની મોટર સાયકલ રાઈડીંગ બાદ આખરે પહોંચી ગયો. સવારે આંખ ખુલી ત્યારે રીસોર્ટમાં કેટલાંક અવાજ સંભળાયા. પચાસ લોકોની બેચ હતી. કદાચ આવવાના શરૂ થઈ ગયા હશે. બ્રશ કરતો હતો ત્યારે ખબર પડી રીસોર્ટના માલિક પોતાની ફેમિલી સાથે આવ્યા હતા. બે માણહ ને એેમની ક્યુટ દિકરી.