પ્રેમનું અગનફૂલ - 1 - 3

(40)
  • 4.2k
  • 5
  • 2.4k

પોળમાં એકદમ સન્નાટો ફેલાયેલો હતો. કોઇ પણ માણસ બહાર દેખાતું ન હતું. દુર્ગા ઝડપથી પોતાના ઘર તરફ આગળ વધી, ટર્ન લેતી શેરી વટાવી તે ચોકમાં આવી કે તરત તેની નજર પોતાના ઘર પર પડી. ઘર નજર પડતા જ તે એકદમ સન્નાટમાં આવી ગઇ. ભય અને ખોફથી તેનું શરીર ધ્રૂજી ઊઠ્યું. બીકથી આંખો ફાટેલી રહી ગઇ. તે ત્યાં જ જડવત ઊભી રહી ગઇ.