અર્ધ અસત્ય. - 2

(214)
  • 12k
  • 13
  • 10.2k

સુરત-વડોદરા નેશનલ હાઈવે ઉપર ભરૂચ પહોંચો એ પહેલા અંકલેશ્વર વટતા પૂર્વ દિશામાં એક પાકો રસ્તો ફંટાય છે. એ રસ્તે લગભગ વીસેક કિલોમિટર અંદર રાજગઢ સ્ટેટનું પાટિયું આવે, અને ત્યાંથી ડાબા હાથ બાજુ વળો એટલે રાજગઢની હદ શરૂ થાય. રાજગઢ મુળ તો ભારતની આઝાદી પહેલાનું રજવાડું. આઝાદી પછી અખંડ ભારતમાં વિલીનીકરણ પામેલું રાજગઢ આજે ય તેની આન, બાન અને શાન સાથે ધબકી રહ્યું હતુ. તેનું કારણ રાજગઢના રાજવીઓ હતા. વિલીનીકરણ બાદ ભારતના મોટાભાગના રાજવીઓએ જ્યારે વિદેશગમન કરવાનું અને ત્યાંજ સેટલ થવાનુ પસંદ કર્યુ હતુ ત્યારે રાજગઢ જેવા અમુક રાજ-પરીવારોએ ભારતમાં જ રહેવાનુ સ્વીકાર્યુ હતુ.