પાર્વતી

(25)
  • 2.9k
  • 1
  • 1.1k

માણેકપુરમાં આજે ઉત્સવ જેવું વાતાવરણ હતું. દુર્ગાપૂજા હજુ માસ એક પહેલા જ પૂર્ણ થઇ હતી, અને આજે દિવાળીની પૂર્વ સંધ્યા હતી. ઉપરાંત આવતીકાલે જાનમાં જવાની તૈયારીઓમાં ગામનું દરેક ઘર રોકાયેલું હતું. હવેલીની રોશની જોઇને તો ખુદ ચાંદનીને પણ લઘુતાગ્રંથીની લાગણી થતી હતી. નગરવધુઓના નાચ જોવા ટેવાયેલા ઠાકુરો પણ વિનમ્રતાથી નોકરો પાસે કામ કરાવી રહ્યા હતા. આખુંય માહોલ જાણે આનંદમય થઇ ગયું હતું. અને હોય પણ કેમ નહિ? માણેકપુરના સૌથી ધનવાન ઠાકુર - ભુવન ચૌધરીના એક ના એક પુત્ર મહેન્દ્રના લગ્ન થવાના હતા. ચાલીસ બળદગાડાં ની જાન નીકળવાની હતી દિવાળી ના દિવસે માણેકપુર થી. આટલી ભવ્ય જાન તો થોડા વરસો પહેલા