તુ આવીશ ને ? - ભાગ - ૩

(11)
  • 2.6k
  • 921

ત્રણ દિવસની ટુરના બીજા દિવસની ગુડ મોર્નિંગ થઈ ગઈ. બધા જ ગરમ ચા સાપુતારાની સવારના શીતળ અને આદ્રતાભર્યા વાતાવરણની મજા લુંટતા હતા. એકાએક મિકી અવિનાશ પાસેથી પસાર થઈ. તેણે અવિનાશને ગુડ મોર્નિંગ ! કહ્યું. પણ એને ક્યાં ખબર હતી કે એની તો ગુડ નાઈટ જ નહોતી થઈ. ઈન્સ્ટ્રક્ટર અમિતે મોટેથી બૂમ પાડી, "બ્રેકફાસ્ટ પતાવીને બધા અહીંયા ભેગા થાય." ત્યારબાદ તેણે દિવસ દરમિયાનનું સિડ્યુલ જણાવી દીધુ અને બધાને પાણીની બોટલ સાથે બસમાં બેસી જવા જણાવ્યું. ઝડપથી બધા બસમાં બેસી ગયા. બેની સીટમાં ચિરાગ અને અવિનાશ બાજુ-બાજુમાં બેઠા હતા. તેમનાથી ત્રણ સીટ પાછળ સાથે આવેલા વિરલ અને મિકી બેઠા હતા. ડોન હીલસ્ટેશન