આમ આગળ ના ભાગ મા કહ્યુ તેમ 7 નવેમ્બર, 2018 ને દિવાળી ના દિવસે સવારે 9:30 ના ટકોરે આમરો આ પ્રવાસ નાગોઠને રિલાયન્સ કોલોની થી શરૂ થયો.બસ જેવી કોલોની ના ગેટ ની બહાર નીકળી ને રસ્તા પર ચાલતી થઈ કે અમે લોકો એ બારી ખોલી ને બહાર જોવાનું શરૂ કરી દીધું. દિવાળી નો સમય અને હજુ હમણાં જ ચોમાસુ ગયું હતું એટલે રસ્તા ની બંને બાજુ ના ખેતરો અને ખુલ્લા મેદાનો લીલાછમ ધાસ અને વૃક્ષો થી ભરપૂર હતા અને બસ મા બેસતા ની સાથે જ આવો નજારો જોવા મળે એટલે ઉત્સાહ થોડો વધી જાય....ત્યાં અમારા 16 વ્યક્તિ માં 2 નાના