64 સમરહિલ - 104

(227)
  • 11.9k
  • 11
  • 5.6k

ઝુઝારે જબ્બર ધમસાણ મચાવ્યું હતું. તેની સાવ લગોલગ આવી ગયેલા બે ફૌજીઓ પૈકી એકને તેણે છાતીમાં હથોડા જેવા પંજાનો ઘણ જેવો પ્રહાર કરીને ચત્તોપાટ પાડી દીધો હતો અને બીજા આદમીની ગરદન બળુકા પંજામાં, સિગરામાં પાઈપ ભીંસતો હોય તેમ ભીંસીને મરડી નાંખી હતી. પીછો કરી રહેલા બે આદમીને તેણે મંચ પરથી નીચે ઉતરતા પહેલાં જ ગોળી ધરબી દીધી હતી. હવે તેના માટે આરપારની લડાઈ હતી. પોતે રસોડાના તંબુ તરફ લપકે તો આખો ય કાફલો તેનો પીછો કરતો પાછળ ધસે, અને તો પોતાની સાથે બીજા બધા ય ઝલાઈ જાય. અહીં મંચ પર કોઈ આડશ ન હતી. અત્યાર સુધી તેને જીવતો ઝબ્બે કરવા મથતા ચીની ફૌજીઓ હવે વધુ ધીરજ નહિ રાખે. એ ગમે તે ઘડીએ ફાયર કરશે અને તો પોતે આસાનીથી વિંધાઈ જશે. આમતેમ દોડાદોડી કરતાં જઈને તેણે મંચની સામેના ચોગાન તરફ જોયું. અચાનક ફૌજીઓના હડદોલા ખાઈને કાચી ઊંઘમાંથી ઊઠેલા સેંકડો અબૂધ-દેહાતી તિબેટીઓ ગનના ધડાકા-ભડાકાથી રઘવાયા થઈને કલબલાટ કરતાં દોડધામ મચાવી રહ્યા હતા.