64 સમરહિલ - 103

(202)
  • 10.2k
  • 10
  • 5.3k

મધરાતે તેઓ નીકળ્યા ત્યારે સુમસામ સ્તબ્ધતાને વળગીને જંપી ગયેલો માહોલ અત્યારે સાવ બદલાઈ ગયો હતો. પેલેસની બહાર નીકળેલા ફૌજીઓ પૈકી એક છેક બહાર નીકળીને ફાટી જતા સાદે આદમીઓને એકત્ર કરી રહ્યો હતો અને તેની ત્રાડથી ચોંકેલો કેપ્ટન દરજ્જાનો ઓફિસર ફટાફટ જીપગાડીઓ મહેલ ભણી રવાના કરી રહ્યો હતો. બાકીના ત્રણેય ફૌજીઓએ શોટન મંચ પર સૂતેલા ભીખ્ખુઓને, સ્વયંસેવકોને દબડાવીને ઊઠાડયા હતા. જીપગાડીની ઘરઘરાટી અને અચાનક શરૃ થયેલા ફૌજીઓના હાંકોટાને લીધે મોટા ચોકમાં જ્યાં-ત્યાં પાથરણાં પાથરીને ચેનથી ઊંઘી રહેલા, શોટોનમાં મ્હાલવા આવેલા તિબેટીઓ ય હડબડાટીભેર ઊઠવા લાગ્યા હતા.