64 સમરહિલ - 102

(212)
  • 10.8k
  • 8
  • 5.4k

કેસીની ભારોભાર અગમચેતી અને ગજબનાક કોઠાસુઝભરી દૂરંદેશી અનુભવીને હિરન એ સરફિરા આદમી પર ઓવારી ગઈ હતી. દરેક મિશન માટે તેણે જોખમની તમામ શક્યતાઓ ધ્યાનમાં રાખી હતી અને દરેક જોખમનો ઉકેલ પણ તેણે વિચારી રાખ્યો હતો. કેસીએ ટાઈમિંગ જ એવી રીતે ગોઠવ્યા હતા કે દિવાલ તોડવા માટે એ બ્લાસ્ટ કરે અને ચાઈનિઝ ફૌજ એલર્ટ થાય એ વખતે શ્ત્સેબુલિંગ્કા તરફ ગયેલી ટીમ પરત ફરવાની તૈયારીમાં હોય. મેજર ક્વાંગ બૌદ્ધ સાધુના વેશમાં આવ્યો હતો તો એ પેલેસમાં જ છૂપાયો હોય એ વિશે કેસીને ખાતરી હતી. મેજર કંઈ અહીં હવાફેર કરવા તો આવ્યો ન હોય. એ પૂરતો સતર્ક હોવાનો જ.