એબસન્ટ માઈન્ડ - 4

(1.3k)
  • 5k
  • 2.3k

સવારે રાઈડીંગ ચાલુ કરી ત્યારે વિચાર્યુ ન હતું પરંતુ દિવસ વીતતો હતો એમ સાંજે ક્યા રોકાઈશ એ ઘુમરાયા કરતું હતું ગઈકાલે અંધારુ થયા બાદ જમીને લગભગ નવ-દસની આસપાસ સુઈ ગયો. સવારે ઉઠવામાં રોજ કરતાં સ્હેજ મોડું થયું. મોટાભાઈએ જગાડ્યો. ફ્રેશ થઈને ચા પીધી. ગરમી અને તડકો શરૂ થાય એ પહેલાં વહેલું નીકળી જવું હતું. સવાર-સવારમાં ઘીવાળાં બાજરીનાં રોટલાં અને શાક.