"અરે કોણ છે ?" પ્રાર્થનાએ બેડરૂમના બાથરૂમનો દરવાજો ખોલી બેડરૂમમાંથી જ બૂમ મારી. એના આલીશાન 3 બીએચકે ફ્લેટનો બેલ કોઈએ સળંગ બે ત્રણ વાર બજાવી મુક્યો હતો. આવનારાની ધીરજ ઓછી હશે એમ લાગતું જ હતું. એ દરવાજા સુધી આવી અને ફરી એકવાર બેલ વાગ્યો. આગળની જાળી બંધ હતી એટલે આવનાર વ્યક્તિ તાત્કાલિક અંદર તો આવી શકે એમ ન હતું. મનમાં પ્રચંડ ગુસ્સા સાથે એણે દરવાજો ખોલ્યો. "શું કામ છે ? ક્યારના બેલ મારો છો ?" સામે ઉભેલો વ્યક્તિ કોઈ 35-40 વર્ષનો સીધોસાદો વ્યક્તિ હતો. "બેલ મેં માર્યો હતો." એક ઓછો જાણીતો પણ પરિચિત અવાજ આવ્યો. અવાજની સાથે પેલા ભાઈની પાછળથી