64 સમરહિલ - 100

(224)
  • 9.4k
  • 8
  • 5.2k

પોતાલા પેલેસ તરફ ધસી રહેલી હિરનના મગજમાં તર્કોનો ઝંઝાવાત ફૂંકાઈ રહ્યો હતો. પેલેસની ભૂગોળથી તે વાકેફ ન હતી. તેણે તાન્શીને મોકલવાની જરૃર હતી. પણ જો એ તાન્શીને મોકલે અને કેસીની ટીમ સહિત એ પણ જોખમમાં આવી પડે તો શ્ત્સેબુલિંગ્કા તરફથી આવનારી ટીમ (છપ્પન, ત્વરિત, પ્રોફેસર)ને બહાર કોણ કાઢે? છેવટે તેણે જાતે જ એ જોખમ ઊઠાવી લીધું હતું. ૯૯૯ ઓરડા, ૧૦,૦૦૦થી વધુ દેવાલયો અને બેહિસાબ પ્રતિમાઓ ધરાવતા ૧૩ માળના વિરાટ પોતાલા પેલેસના પગથિયાની અંદર વાયરલેસ કમ્યુનિકેશન શક્ય નથી એવું કેસીએ કહ્યું હતું. એટલે જ તેણે ત્રીજો હેન્ડસેટ પોતાની પાસે રાખવાને બદલે ત્વરિતને આપવાનું કહ્યું હતું.