64 સમરહિલ - 98

(218)
  • 10.1k
  • 16
  • 5.3k

મેજરનો વ્યુહ : રેડ બુક ઉથલાવીને મેજરે તર્ક તારવ્યો હતો. ભગવાન બુદ્ધની પવિત્ર પદછાપ અને દલાઈ લામાઓના સેંકડો વર્ષ જૂના પવિત્ર મુકુટને કંઈ હાનિ થાય તો આખું ય તિબેટ ભડકે બળે. શક્ય છે કે ભેદી ઘુસણખોરોનો એ જ ઉદ્દેશ હોય. તેણે તરત પેલેસનો નકશો ખોલીને કસરત આદરી દીધી હતી. શોટોન મંચથી દોઢ કિલોમીટર સુધી પહાડ કોરીને જેમતેમ સમથળ કરાયેલા ચઢાણ પછી ડાબી તરફ શ્ત્સેલિંગ્કાની પહાડી શરૃ થતી હતી અને જમણી તરફ અગ્નિકૃત ખડકમાંથી કાપીને બનાવેલા વાંકાચૂંકા ૪૩૭ પગથિયા નોર્બુલિંગ્કા યાને પોતાલા પેલેસ તરફ લઈ જતા હતા.