64 સમરહિલ - 97

(185)
  • 9.3k
  • 10
  • 5.2k

'કમ વોટ મે...' હિરને દબાયેલા અવાજે કહ્યું પણ તેની આંખોમાં તીવ્ર ઉન્માદ હતો. કેસી અંદર આવ્યો એ પહેલાં રાવટીમાં ગોળ નાનકડા કુંડાળાનું ફોર્મેશન રચાઈ ગયું હતું. પ્રોફેસર અને ત્વરિત દર્દીઓને તપાસતા હોય તેમ લાકડાની નાની પાટલી પર બેસીને આંખ -જીભ ચેક કરવા લાગ્યા હતા. કેસી અંદર આવીને પહેલાં તો કલાકારોના વાદ્યો ઠીક કરવા લાગ્યો અને પછી સાવ નજીક ખસીને હોઠ ફફડાવીને કહી દીધું, 'અનબિલિવેબલ સિક્યોરિટી... મેજર અને તેના ટોપ ઓફિસર લામાના વેશમાં છે. વી આર ઓન હાયર રિસ્ક' પહેલાં તાન્શીના ચહેરા પર તણાવ અંકાયો. તેણે મેસેજ પાસ કર્યો.