વકતૃત્વ સ્પર્ધા

(14)
  • 40.3k
  • 1
  • 8.7k

બાળકો આપણી શાળામાં ભણતા દરેક વિદ્યાર્થી માટે એક અગત્યની જાહેરાત છે, આચાર્ય અનીલાબેને પ્રાર્થના સભામાં જાહેરાત કરી. આ વર્ષે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી ના 150 વર્ષની ઉજવણી અને કલાઉત્સવ નો સુવર્ણ સંગમ થયો છે. આના માટે વિવિધ સ્પર્ધાઓ યોજાશે. નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, કાવ્યગાન, વકૃત્વ સ્પર્ધા, વગેરે. અને દરેક સ્પર્ધામાં એક થી ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ મળશે. વધુ વિગત દરેક ક્લાસમાં વર્ગ શિક્ષક આપશે. સાતમા ધોરણ ના વર્ગ શિક્ષક મનીષભાઈ વર્ગમાં આવ્યા. સ્પર્ધા વિશેની માહિતી આપી, અને બાળકોને પૂછ્યું કોને કોને ભાગ લેવો છે? નામ નોંધાવો ચાલો, વકૃત્વ સ્પર્ધા