વૈશ્યાલય

(90)
  • 29.2k
  • 5
  • 16.4k

વૈસ્યાલય જવાનીમાં પગ રાખ્યો હતો એના માન્ડ બે ત્રણ વર્ષ થયાં હતાં, થોડું ગઠિલુ શરીર, સાડા પાંચ ફૂટ જેટલી ઊંચાય, ચહેરા પર મર્દાનગી આવી હોય એમ બરછટ મુચ્છ, ઘેરાવદાર દાઢી, એક નવી જ દુનિયાને પામવા નીકળી ગયેલા કોઈ ઉત્સુક પ્રવાસી જેવો અંશ. પોતાનું ધાર્યું જ કરતો, જવાની ઉછાળા મારી રહી હતી એ પણ મૂળ કારણમાં હતું. શહેરના મધ્યમ વર્ગમાં જન્મેલો અંશ શહેરના લોકોના જીવનને જોવાની એના પર અભ્યાસ કરવાની એના અનુભવ લખવાની કે પછી એ તમામ બાબત મહેસુસ કરવાની ટેવ ધરાવતો હતો. અને આ એનો એક શોખ બની ગયો.