માથાભારે નાથો - 20

(66)
  • 5.3k
  • 6
  • 1.9k

માથાભારે નાથો 20 મીરાંરોડ પરની એક સોસાયટીમાંઆવેલા હાઇરાઈઝ બિલ્ડીંગના નવમાં માળે લીફટનું બારણું ખોલીને નાથો, રમેશ અને મગન જ્યારે બહાર નીકળ્યા ત્યારે ત્યાં ઉભેલો રાઘવ, રમેશને ભેટી પડ્યો.રમેશથી અળગો થઈને એ નાથા એને મગનને પણ ભેટ્યો.પણ મગનનો પ્રતિસાદ ખૂબ જ ઠંડો હતો."અમને તો તું અમથો'ય ભેટી જ ગયો છો..એટલે ભેટ્યો ન હોત તો ચાલેત.." મગને હસીને કહ્યું."ના ભાઈ, હજી તમને લોકોને કોઈ ભેટયું નથી. તમે મારા દોસ્તો છો..મને રમેશે કીધું'તું..તમે મારા માટે ઘણું કર્યું છે....અને હું રાઘવ છું...તમને પસ્તાવો નહીં થવા દઉં.. આ મુંબઈ છે..અને ભગવાનની આપણા ઉપર ઘણી મહેરબાની થઈ છે.." રાઘવે ફ્લેટનો દરવાજો ખોલતા કહ્યું. "એ તો દોસ્ત