શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૫

(13)
  • 4k
  • 5
  • 1.8k

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૫: એમ.ટી.પી. ( ગાયનેક ની બારીમાં ડોકાચીયુ)શિયાળાની હાડ થીજવતી રાત.ઠંડા વહેતા પવનની સાથે,ધીમે ધીમે ચાલતો બાળકોનો શ્વાસ અચાનક અને આકસ્મિક રીતે ઘણો વધી જાય છે અથવા અટકી જાય એવી આ ઋતુ.એક હાથમાં વિગો અને બીજા હાથમાં ફોન પકડીને રમતા બચ્ચાઓ. દુનિયાના બધાજ દુખથી દૂર , પોતાનીજ મસ્તીમા તલ્લીન એવા મારા વોડૅના માસૂમ બાળકોને હું જોતો હતો, એવામાં અચાનક ફોનમાં રિંગ વાગી,નામ વાંચ્યુ,"હાર્દિ"સોલા સિવિલ હોસ્પિટલમાં એમ.એસ. ગાયનેક કરતી મારી સૌથી ક્લોસ ફે્ન્ડ એટલે ડૉ. હાર્દિ શુક્લ.મેં ફોન રિસિવ કર્યો.સામેથી થોડીક સેકન્ડસ સુધી કોઇ જવાબ ના આવ્યો.મેં પૂછ્યુ,"હાર્દિ, શું થયુ?"તેણે કિધું"કંઇ નઇ, તુ બોલ, મજામાં?"અવાજમા ઉત્સાહની ઉણપ,