આજે વિભૂતિ સવાર થી આકુળ વ્યાકુળ હતી. ઉઠી ત્યારથી ઘરને શણગારવા અને રસોડામાં વિવિધ પકવાન બનાવવામાં લાગી ગઈ હતી. સાવને કહ્યું પણ ખરું કે આપણે બહાર ક્યાંક જમી આવશું પણ વિભૂતિ એ ચોખ્ખું કહી દીધું કે લગ્નના દશ વર્ષે મારા ઘરમાં થી કોઈ આવે છે. તો તેમની આગતા સ્વાગતા માં ક્યાંય કોઈ કમી નહીં આવવા દઉં. આજ થી દશ વર્ષ પહેલાં માતા પિતાની વિરુદ્ધ જઈ ભાગી ને સાવન સાથે લગ્ન કર્યા હતાં. સાવન વિભૂતિના પિતા રાજીવ ભાઈની ફેકટરી માં કામ કરતા કનુ ભાઈનો દીકરો હતો. સાવન કોલેજમાં ભણતો હતો સાથે પાર્ટ ટાઈમ ડ્રાયવર તરીકે કામ કરતો હતો. વિભૂતિ અને તેની