64 સમરહિલ - 90

(215)
  • 8.9k
  • 10
  • 5.2k

મેજર ક્વાંગ યુને ચેક પોસ્ટ પરથી આવતાંની સાથે જ શીન લાઈને સસ્પેન્ડ કરી દીધો હતો અને લ્હાસાની સુરક્ષા વ્યવસ્થા નવેસરથી ગોઠવવા માંડી હતી. લ્હાસામાં પ્રવેશતા તમામ માર્ગો પર તેણે નાકાબંધીના આદેશ કરી દીધા અને બહાર નીકળતા દરેક આદમીની સખત જડતી લેવડાવવા માંડી. લ્હાસાના દરેક ગેસ્ટહાઉસ, બોર્ડિંગ હાઉસ, વટેમાર્ગુઓને આશરો આપતાં બૌધ્ધ મઠ અને ઘરઘરાઉ લોજના લિસ્ટ ચેક કરીને દરેક ઠેકાણે સીલ મરાવી દીધા. રાતભર લ્હાસાની સડકો પર લશ્કરી ગાડીઓની સાઈરન ગૂંજતી રહી. વિદેશીઓની તલાશી લેવાતી રહી. તેમના પરમિટ, બેઈઝ ચેક થતા રહ્યા. દૂર ઉત્તર તિબેટમાંથી આવેલા નાગરિકોને ય શકમંદ ગણીને ઉલટતપાસ હેઠળ લેવાયા. જેમની પાસેથી તમંચા કે છરા જેવા શસ્ત્રો મળ્યા તેમની તો હાલત ખરાબ થઈ ગઈ. જે વિદેશીઓ પરમિટ પૂરી થયા પછી ય રોકાઈ ગયા હતા તેમને જવાબ આપતાં નાકે દમ આવી ગયો.