“સદ્દુ……..ઓ સદ્દુ….. એ સદ્દુડા….. ક્યાં છે ? સામે આવ તો. આમ હેરાન નહીં કર ને. સદ્દુડા … પ્લીઝ …પ્લીઝ….. પ્લીઝ ” ચંપાની આંખો સદાનંદને શોધતી હતી. “જો મને સદ્દુડો કહેશે ને તો હું નહીં બોલું તારી સાથે.ચંપાડી… પાડી…. જા જતી રહે અહીંથી મને મારા મિત્રો સાથે રમવાદે.” ઝાડ પાછળથી ડોકીયું કરીને સદાનંદે જોયું કે ચંપા નથી ગઈ એટલે પાછો બોલ્યો,“જાને હવે ” સદાનંદે ઝાડ પાછળથી જવાબ આપ્યો. આ સાંભળી ચંપાએ બીજી તરફથી એની પાછળ આવી એને ડરાવ્યો “ભાઉ….” સદાનંદ ચમકી ગયો અને ચંપા ખિલખિલાટ હસી પડી. વાતાવરણ માં જાણે ખંજરી વાગી ઉઠી. ચંપાનું આવું ખિલખિલાટ હસવું સદાનંદને બહુ ગમતું પણ