પ્રશાંત - નિલાક્ષીનું એ ત્રીજું બાળક દત્તક લેવા બીજું કોઈ નહીં ખુદ મિહિર એની પત્ની તૃષા સાથે આવ્યો હતો. મિહિરને જોઈને નિલાક્ષી સ્તબ્ધ હતી. કેવી વિચિત્ર વિડંબના હતી એના જીવનની કે કોઈક સમયે જેને બેહદ ચાહ્યો હતો એ જ પ્રેમી તેની પત્ની સાથે તેનાં સંતાનને દત્તક લેવા ઇચ્છતો હતો, એય એક સોદારૂપે !