હાસ્ય રતન ધન પાયો...! - 2

  • 3.4k
  • 1
  • 1.3k

પ્રકરણ-૨ જિંદગીની આ જ તો મઝા છે રમેશ સિતારા આભમાં ચમકે, હું હથેળીમાં શોધ્યા કરું..! કમળ અને કાદવની રાશિ ભલે સરખી, પણ બંનેના કર્મો અલગ, ને ફળશ્રુતિ પણ અલગ,.! ક્યાં રામ ને ક્યાં રાવણ..? એમ ક્યાં કાદવ ને ક્યાં કમળ..? પણ મંથરા જો કૈકયી સાથે રહી શકતી હોય, કૃષ્ણ જો કંસ વચ્ચે રહી શકતા હોય, ને પ્રહલાદ જો હિરણ્ય કશ્યપ ના ધાકમાં શ્વાસ લઇ શકતાં હોય તો, કાદવ ક્યાં ક્રૂર છે..? કમળની જેમ ખીલવું હોય, લક્ષ્મીજીનું સ્થાપન ઇચ્છતાં હોય તો, કાદવ પણ જરૂરી ને કમળ પણ જરૂરી. કાદવનો પનારો પણ વ્હાલો કરવો પડે