અલગ આંખો અલગ પાંખો

(15)
  • 2.3k
  • 998

સુગંધા એક મલ્ટી નેશનલ કંપનીની hr હેડ., લગભગ 2 વર્ષ થયા હશે મુંબઇ શિફ્ટ થયે . ભણવાનું તો ચાલું જ હતું ત્યાં જ આ કંપની એ કેમ્પસ ઇન્ટરવ્યૂથી સુગંધાને પસંદ કરી લીધી હતી અને સુગંધાની ફરી એક વખત પપ્પા મમ્મીને સમજાવવાનું શરૂ કર્યું . પપ્પા ખૂબ સરસ તક છે ,આ કંપનીમાં સામાન્ય જોબ પણ મળવી મુશ્કેલ હોય છે અને મને તો સીધી hr હેડ, સમજો પપ્પા પગાર પણ સારો એવો મળશે અને અનુભવ તો , પણ સુગંધાના પપ્પા સુધીર ભાઈ એક સેમી ગર્વમેન્ટ ના ઓફિસર પોતાની એકની એક દીકરીને દૂર મોકલવા તૈયાર જ ન હતા. રાગીણી તું જ સમજાવ આને