જીવન વિકાસનો પર્યાય એટલે શિક્ષણ શિક્ષણ મનુષ્ય જીવનના પરિષ્કાર અને વિકાસની પ્રણાલી છે. જીવનના પ્રત્યેક અનુભવને શિક્ષણ કહી શકાય, વાસ્તવિક રીતે સમગ્ર માનવજીવન જ શિક્ષણ છે અને શિક્ષણ જ જીવન છે. જે કોઈ વ્યવહાર મનુષ્યના જ્ઞાનની પરિધીને વિસ્તૃત બનાવે, એની અંતરદ્રષ્ટિને ગહેરાઈ આપે, એની પ્રતિક્રિયાઓનો પરિષ્કાર કરે, ભાવનાઓ તેમજ ક્રિયાઓને ઉત્તેજિત કરે અથવા કોઈને કોઈ સ્વરૂપે એને પ્રભાવિત કરે તે શિક્ષણ જ છે. શિક્ષણશાસ્ત્રમાં વ્યક્તિત્વના સંતુલિત અને સંપૂર્ણ વિકાસને શિક્ષણનું લક્ષ્ય માનવામાં આવ્યું છે. શિક્ષણ મનુષ્યની આંતરિક શક્તિઓનો સર્વાંગીણ અર્થાત શરીર, મન, બુદ્ધિ અને આત્માનો વિકાસ છે. શિક્ષણનો સંબંધ જેટલો વ્યક્તિ સાથે છે, તેથી