આચાર્ય ની અવળચંડાઇ - 1

(29)
  • 3.8k
  • 6
  • 2.2k

તાલુકા મથકે સ્ટેશન ની બાજુમાં જ આવેલી શાળા આશરે 1200 બાળકો ના કલરવ થી ગુંજતી હતી. શાળા ના આચાર્ય બિલકુલ સરળ અને ઉમદા વ્યક્તિત્વ ધરાવનાર, સ્ટાફ ના બધા જ (પંદરે પંદર) શિક્ષકો માં સારૂ એવું માન ધરાવતા હતા, રમેશ ભાઈ. સરકારે શાળા માટે બનાવેલા નિયમો તો ખરા જ પણ રમેશભાઈ એ શાળા ના સુચારૂ વહીવટ માટે પોતાના અલગ નિયમો બનાવ્યા હતા. તેઓ દમનયુક્તશિસ્ત માં બિલકુલ માનતા ન હતા. શિક્ષકો ની સાથે પ્રેમ થી રહેવાનું શિક્ષક ની જરૂરિયાત સમજવાની. અને એમના આ મિલનસાર સ્વભાવ ને કારણે તેઓ શિક્ષકો અને બાળકો તેમજ વાલીઓમાં ખૂબ જ પ્રિય હતા.