મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 5

(30)
  • 4.6k
  • 1
  • 2k

ઈ તમને ખબર ન પડે(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-પ) એક વખત રસ્‍તામાં મારી ગાડી ખરાબ થઈ ગઈ. ચાલતાં-ચાલતાં અટકી ગઈ. ચાલુ કરવા ઘણી કોશિશ કરી, પણ સફળતા ન મળી. બધી બાબતમાં આપણું ન ચાલતું હોયને! એમ ગાડી પાસે પણ મારું કંઈ ન ચાલ્‍યું. હવે જે ગાડી રોજ મને ખેંચી જતી, આજ એને ખેંચીને હું ચાલ્‍યો. આવી ટેવ ન હોય, એટલે થાક લાગવા માંડયો. થોડું ચાલ્‍યો, ત્‍યાં એક યુવાન મારી પાસે આવીને ઊભો રહી ગયો. તે બોલ્‍યો, ‘‘શું થયું?'' મેં તેની સામે જોયું. પછી કહ્યું, ‘‘આ બંધ