ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ-૨ - મીતલ ઠક્કરવજન ઘટાડવું એ ખાવાનો ખેલ નથી એ સમજી લેવું જોઇએ. રાતોરાત વજન ઉતરી જતું નથી. શરીરનું વજન વધી જાય ત્યારે એકદમ ગભરાઈ જવું નહીં. અને એકદમ ખોરાક ઘટાડી દેવો નહીં. આ રીતે વજન ઘટાડવા જતાં શરીર અશક્ત બની જાય છે. એ માટે વ્યવસ્થિત સારવાર અને ખોરાકનું આયોજન કરવાથી સ્થુળતા જરૂર ઘટે છે. વજન ઉતારવા જાતજાતની ભ્રામક જાહેરખબરો આવે છે અને દાવાઓ પણ થાય છે. તેમાં પૂરી સચ્ચાઇ હોતી નથી. વજન ઘટાડવા માટે તમે તમારા ભોજન અને વ્યાયામની આદતો બદલશો તો વધારે ફાયદો થશે. ઉંઘવા અને ખાવાની આદતો પણ વજન વધારે છે. જો તેમાં થોડા