સંબંધ નામે અજવાળું - 17

  • 3.2k
  • 1
  • 1.1k

આંખ બંધ કરીએ અને નાનપણની અમુક ક્ષણોને વિચારીએ એટલે ચહેરા પર આપોઆપ અમુક સ્મિત અકબંધ થઈ જાય. બાળપણ કોરા કેનવાસ જેવું હોય છે. સમય અને અનુભવના રંગો એ કોરા કેનવાસ પર સંબંધોની નવી નવી ભાત પાડે અને એ રંગોની પાછળ કોરા કેનવાસ જેવું બાળપણ ઢંકાઈ જાય. એ મિત્રો જેની સાથે ખેતરમાંથી કાચી કેરી ચોરીને ખાધી હોય, નદીમાં નહાયા હોઈએ, સાથે બેસીને લેસન કર્યા હોય, ખુલ્લા ખેતરમાં કલાકો સુધી દોડ્યા હો,