સંબંધ નામે અજવાળું - 16

  • 3.8k
  • 1
  • 1.3k

મુંબઈ ધારાવીની બેઠી દડીની ચાલ. ઝૂંપડપટ્ટીઓના મહાઢગ વચ્ચે પ્લાસ્ટીક અને પતરા ઓઢીને બેસેલું એક ઘર. ઘરના સદસ્યોમાં રાત દિવસ કાળી મજૂરી કરતી એક સ્ત્રી અને બે દીકરાઓ અને એક વૃદ્ધ ડોશી. પતિ કોઈ કારણસર વાંક વગર જેલમાં છે. પેલી સ્ત્રી રાતદિવસ પૈસા એકઠા કરી કરીને પોતાના પતિ છોડાવવા મથી રહી છે. વકીલ પૈસા માગી રહ્યો છે અને ને પેલી બાઈ રાત દિવસ પૈસા કમાવવા તુટી રહી છે. એ બાઈ ચાલના એક રાજકારણમાં જોડાયેલા પાવરફૂલ અન્નાની મદદ માંગવા જાય છે પણ અન્નાના માણસો અન્ના સુધી આ બાઈને પહોંચવા જ નથી દેતા.