સંબંધ નામે અજવાળું - 8

  • 3.1k
  • 1.5k

અખબારો, ન્યુઝ ચેનલ્સ, સોશિયલ મીડીયા અને ચાર રસ્તે આખું ભારત આઠ વર્ષની બાળકી આસિફા સાથે થયેલા પાશવી બળાત્કારની વાતો કરી રહ્યું હતું. જમ્મુ કશ્મીરના કઠુઆ જીલ્લાની આઠ વર્ષની બાળકી આસિફા પર અઠવાડિયા સુધી સતત ગેંગરેપ થતો રહ્યો. છેવટે પથ્થર મારી મારીને એની હત્યા કરવામાં આવી. એ નરાધમોએ માનવતાને ક્યારેય માફ ન કરી શકાય એવા કઠેરામાં ઉભી કરી દીધી છે. અપરાધીઓ પકડાશે, એને સજા થશે આ બધી હવે ક્રમાનુસાર ગોઠવાયેલી ઘટનાઓ છે,