‘બેટી બચાવો’, ‘બેટી પઢાઓ’, ‘અમારા ઘરની વહુ અમારી દીકરી છે’, ‘અમે તો દીકરો અને દીકરી વચ્ચે કોઈ ભેદભાવ રાખતા જ નથી.’ આ બધા સૂત્રો, નારાઓ અને પોરસાતા પોંખાતા વાક્યો અને વાતો વચ્ચે આઠમી માર્ચ આવીને જતી રહે છે. તુરંત મોટા મોટા હોર્ડિંગ્સ લાગી જાય અને ઉતરીય જાય, કોકટેલ પાર્ટીઓ ગોઠવાય અને ઓવર ડ્રીંકીંગ થઈ ઉલટીમાં સાફ થઈ જાય,