ભવ-પરભવ   

(16)
  • 2.9k
  • 993

વાર્તા ભવ-પરભવ રાઘવજી માધડ સાવ ધીમા ને ઢીલા પગલે દરવાજામાં પ્રવેશી રહેલા મમ્મી ભાર્ગવીબહેનને, નિવ્યાએ કોઈ અજાણી વ્યક્તિ જેમ પગથી માથા સુધી જોઈ લીધા. સામે મમ્મીને પણ ગમ્યું નહી. તે ભારે મૂંઝાયેલા લાગતાં હતાં. મમ્મીના હમણાંથી આશ્રમમાં આંટાફેરા વધી ગયા છેતે નિવ્યાને જરાય ગમ્યું નથી.તેણે તાણીને કહ્યું: ‘ધર્મના નામે ધતિંગ છે. આશ્રમમાં આટલા રૂપિયા ક્યાંથી આવે છે ?કોણ આપે છે ?શું કરવા આપે છે !?’ નિવ્યાનું આવું ઉઘાડું બોલવું સાંભળી મમ્મીએ સળગતી નજરે, સોઇના માફક નિવ્યાને ત્રોફી.પછી સ્વગત બોલ્યા :‘તારા આવા બફાટનું પરિણામ શું આવશે એ તું જાણે છે !?’ પછી હોઠે આવીને લટકી પડ્યું હતું : ‘શેતાનને શરમાવે એવું