64 સમરહિલ - 63

(162)
  • 8.6k
  • 10
  • 4.4k

મૂશળધાર વરસાદમાં ઢીંચણ સુધી પગ કાદવમાં ખૂંપી જાય એવી વગડાઉ જમીન પર સૌએ ક્યાંય સુધી ચાલ્યા કર્યું. લૂંગી વિંટાળેલા એ માણસોએ તેમનો દરેક સામાન ઊંચકી લીધો હતો એ સારૃં હતું બાકી અહીં તો પોતાની જાત સંભાળવાનું ય સૌને મુશ્કેલ પડતું હતું. કાદવમાં ખોસવા માટે સૌને ઝાડની લાંબી, મજબૂત ડાળખી આપવામાં આવી હતી અને કાદવમાં કઈ રીતે ડાળખી ટેકવવી, કઈ રીતે પહેલો પગ માંડવો અને એ જ લયમાં ક્યારે બીજો પગ ઊંચો કરવો તેનો ડેમો એ લોકોએ બે-ત્રણ વખત આપ્યો હતો પણ કોઈને એ તાલમેલ બેસાડવાનું ફાવતું ન હતું જ્યારે ટેકરીઓ પરથી ઉતરેલી એ ટોળકી ખભા પર સામાનનું વજન છતાં સડસડાટ કાદવ પાર કરી રહી હતી.