વાર્તાસૃષ્ટિ - ૨

  • 4.3k
  • 1
  • 1.5k

પહેલી વાર્તા છે સુવરની ઓલાદ લેખક છે ભગવતીકુમાર શર્મા વાર્તાનો એક અંશ : ડુક્કરની સાથે હું જાતે મરી હોત તો ઠીક થાત. એ હરામી તો દવા લેવા મોકલું તો રંડીબજારમાં ટળે તેવો છે અને પછી આવશે મારા નામની કાણ માંડતો. ખોં ... ખોં ..., તે કરે ને ટેસડા બીડી-તમાકુના, દારૂ ને એલફેલના.. સુવર, આ મારું શરીર જો; છે ને પહાણા જેવું! કાળજે કાળી બળતરા ઊઠે છે, બાકી કોઈ એબ નથી. જીભ... તલવાર જેવી છે, પણ ચરણનો હાથ ઝાલ્યા પછી કોઈની આગળ હજી સુધી જાંઘ ઉઘાડી નથી... હિંમત તો કોઈ કરે! સુવરને કાપી ન નાખું?સાલાનું અંગ જ છૂંદી ન નાખું ?