કોફી શોપ - ભાગ - ૧

(20)
  • 3.5k
  • 4
  • 1.4k

શિયાળાની મઝાની સવારના 8:30 વાગ્યા છે , કહેવાય છે કે મુંબઇ શહેર કોઈ દિવસ સૂતુ નથી , અને આવી જ એક અધૂરી ઊંઘ વાળી મુંબઇ શહેરની એક ગલી માં “સિલ્વર કેફે” ફરી ખુલી ગયું છે. બાકી બધા કેફે કરતા આ કેફે માં ભીડ સામાન્ય જોવા મળતી ,મુખ્ય રસ્તાથી થોડુંક અંદર ની તરફ હતું એટલે ,ગલીમાં બીજી ઘણી દુકાનો હતી પણ “સિલ્વર” અને ‘કેફે” આ બે શબ્દો ની વચ્ચે એક સહેજ ઢળતા કપથી બનાવેલા લાઇટિંગ વાળા પોસ્ટર પર તરત નજર પડતી ઓફીસ જનારા લોકો કાયમ અહીં ચા કોફી કરી ને નીકળતા ,સવાર સવાર માં એક ટેબલ પરથી ક્યારેક શેરબજાર નો અવાજ