યુવાઉડાન - 3 (અંગ્રેજો કે જમાને કે જેલર હે હમ!)

  • 3.2k
  • 2
  • 1k

રાજના આટલા બોલ્યા પછી બાપુ બોલ્યા ખરા! એટલે કે જતીન બોલ્યો: ' ટોપા મને તું ભગવા ગેંગ જોડે ના જોડીશ ,તને ખબર જ છે કે મને એ ધર્મના આંધળા લોકો નઇ ગમતા!' જતીન બે ઘડી વિચારતો રહ્યો કે ક્યાંથી શરૂ કરવું !પછી જતીન બોલ્યો:"જેણે પોતાનું બધું થાય એટલું કરી લીધું હોઇ પ્રયત્નોમાં અને પછી પરિણામ ના આવે એટલે મન અને આશાઓ તો ભાંગી જવાથી દુઃખ તો થાય પણ અફસોસ ના થાય એટલે અંદરનો સંતોષ હિંમત બનીને આવે. અને પરિણામ સ્વીકારવાની હિંમત આ જ છે, પછી કોઈ ફેર નથી પડતો કે લોકોનું શુ પરિણામ આવ્યું, મિત્રો પાસ થયા કે નઈ!હા, વાસ્તવિકતા સ્વીકારીએ