ધરતીનું ઋણ - 8 - 2

(10.4k)
  • 3.3k
  • 5
  • 1.6k

એક સિપાઇ દીવાલની ઓથ લઇ તેના તરફ આવી રહ્યો હતો. મુસ્તફાએ કેડમાંથી એક લાંબો છૂરો બહાર કાઢ્યો અને નીચે ફર્શ પર બેસી ગયો. તે સૈનિક ખંડેરના તૂટેલા દરવાજા પાસે આવ્યો અને એક પગ અંદર મૂકી ખંડેરના અંદરના ભાગમાં નજર ફેરવી. તે જ પળે મુસ્તફાએ તેના પગમાં પગની બેવડી લાત ઝીંકી દીધી. તે સૈનિક અંદરની તરફ લથડ્યો. મુસ્તફાએ તરત તેનું માથું અંદર ખેંચી લીધું અને એક હાથનો ભરડો તેના મોં પર નાખ્યો અને બીજા હાથે છૂરાને તેના પેટ પર ફરાવ્યો.