ધરતીનું ઋણ - 7 - 3

(9.8k)
  • 4.2k
  • 7
  • 1.7k

હોસ્પિટલની લોબીમાં લાઇન સર પડેલી બેન્ચ પર કેદીઓને બેસાડવામાં આવ્યા હતા. આદિત્ય અને પ્રલય પણ કેદીઓ સાથે બેન્ચ પર બેસી ગયા હતા. બંનેના દિલ જોર-જોરથી ધડકતા હતાં. અચાનક મહેમૂદ તેમની બાજુમાંથી પસાર થયો. ‘હવાલદાર સાહેબ...’ પ્રલય ઊંચા અવાજે બોલ્યો. આગળ ચાલ્યા જતા મહેમૂદે પોતાના ભારે બૂટ પછાડ્યા પછી તેમની પાસે આવીને ઊભો રહ્યો.