ધરતીનું ઋણ - 7 - 1

(37)
  • 2.9k
  • 7
  • 1.3k

ઘરરર...ના એન્જિનના અવાજ સાથે માછીમારની મોટર બોટ પંજોરપીરથી આગળ ફુલ સ્પીડમાં ધસી રહી હતી. પાણી કપાતી ગતિ સાથે આગળ વધતી મોટરબોટની બંને સાઇડમાં દરિયાનું પાણી પ્રેશરથી ઉપરની તરફ ઊછળતું હતું. બોટમાં માછીમારના વેશમાં પરાધીન થયેલ આદિત્ય અને પ્રલય બેઠા હતા. ખુશનુમા ભરી સવાર હતી. આકાશમાં વાદળ છવાયેલા હતા. પક્ષીઓ કલરવ કરતાં ઊડી રહ્યા હતાં. ભારતની જળસીમા પાર કરી તેઓ પાકિસ્તાનની જળસીમામાં મોટરબોટને ઘુસાડીને આગળ વધ્યા.