સાત પગલાં માથાકૂટના

(18)
  • 2.3k
  • 1
  • 930

સાત પગલાં માથાકૂટના..! વિશ્વને ઉભું જ કરવું હોય તો, સાત પગલાંના સાહસ તો કરવા જ પડે. અલાઉદ્દીનનો જાદુઈ ચિરાગ થોડો છે કે, લાકડી ફેરવો એટલે દુનિયા ઉભી થઇ જાય. એને માથાકૂટ તો ઠીક, કળાકૂટ પણ નહિ કહેવાય. પરણવું તો પડે જ મામૂ..! દુનિયાની રસમ જ આ છે. એટલે તો એને ‘મંગળફેરા’ કહેવાય. પરણવા વગરના, હજી પીળાં થયાં નથી. ને રાતા-પીળાં થઈને ફરે છે. પરણેલા હાયવોહ કરે તે ચાલે..? બાકી, ‘હું તો સાલો પરણીને પસ્તાયો’ જેવી જે ‘બૂમાબૂમ’ કરે છે, એ તો માત્ર અફવા જ ફેલાવે..! સદીઓથી ચાલતી આવેલી ઘટના છે. માની લઈએ કે, બધાના કિસ્સા