ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 24

(258)
  • 24.2k
  • 20
  • 8.9k

બે સગા ભાઇઓ. બંને પરણેલા. નામ યાદ રહી જાય એટલા માટે: બિગ બ્રધરનુ નામ બ્રિજેશભાઇ અને યંગર બ્રધરનુ નામ યોગેશ રાખીએ. બ્રિજેશની પત્ની બ્રિન્દા. યોગેશની પત્ની યામિની. આજે બ્રિજેશભાઇ-બ્રિન્દાબહેનનાં ઘરમાં દિવાળી ના બે મહિના પહેલાં જ દિવાળી ઉજવાઇ રહી હતી. પરિવારમાં દીકરાનુ આગમન થયું હતું. લગ્નના બાર વર્ષ પછી પહેલીવાર ઘરમાં નાનાં શિશુનુ મીઠું રૂદન ગુંજવાનું શરૂ થયું હતું. બ્રિજેશભાઇએ ખર્ચ કરવામાં પાછું ફરીને જોયું ન હતું.