ઓળખાણ વગરના આધારકાર્ડ

  • 2.7k
  • 2
  • 949

ઓળખાણ વગરના આધારકાર્ડ...! અમુક અમુક ને તો વગર ઊંઘે. દીવા-સ્વપ્ના આવે. એને દીવા સ્વપ્નો કહેવા કરતાં, લેવા-દેવા વગરના સ્વપ્ના કહીએ તો પણ ચાલે...! બધાને રાતોરાત મહાન જ થવું છે. જેમ સાડા ત્રણ ફૂટની ઊંચાઈમાં ઊંટડુ નહિ થવાય, ઘેટું જ થવાય, એમ અમિતાભ બચ્ચન જેવી દાઢી રાખવાથી, સુપર સ્ટાર નહિ થવાય, સુપર બેકાર જ થવાય. છતાં, અમુકને સેલીબ્રિટી થવાની ખંજવાળ એવી જોરથી ઉભરે કે, સવારે પથારીમાંથી ઉઠે તે પહેલાં જાણે ‘ઓટોગ્રાફ’’ લેવા ઘરના બારણે લાંબી લાઈન નહિ લાગવાની હોય..? હાયવોહ તો એવાં કરે કે, પોતાના દીદારની આખી ડીઝાઈન બદલી નાંખે. ભીંતના પલવડા બાવડાં ફૂલવવા