ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 20

(175)
  • 14.2k
  • 15
  • 6.7k

જમનભાઇને હું પહેલી વાર 1982માં મળ્યો હતો. પરીચય કરાવનારે આ શબ્દોમાં એમની ઓળખાણ આપી હતી: “ આ જમનભાઇ છે. આખું ગામ એમને ‘જમન જલસા’ ના નામથી જાણે છે.” “એમ? એનો મતલબ એ કે એમની પાસે જલસા કરવા જેટલા પૈસા હશે. શું કરે છે આ જલસાભાઇ, સોરી, જમનભાઇ?” મેં પૂછ્યું ત્યારે મારા જ સવાલના જવાબમાં બે-ચાર જવાબો મારા મનમાં સળવળ-સળવળ થતા હતા. જમનભાઇ કાં તો મોટા બિઝનેસમેન હશે, કાં કોઇ મોટી ફેક્ટરીના માલીક અને કંઇ નહીં તો છેવટે બાપકી દોલતના એક માત્ર વારસદાર હોવા જોઇએ. હું પોતે ગાયનેકોલોજીસ્ટ થઇને ત્યાં જોબ કરવા માટે ગયો હતો. ડોક્ટર બની ગયો હોવા છતાં મારી પાસે જલસા કરવા જેટલી જોગવાઇ થઇ ન હતી.