ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 17

(197)
  • 15.6k
  • 11
  • 7.5k

“સર, હું પ્રેગ્નન્ટ છું, કુંવારી છું અને તમારી પાસે એબોર્શન માટે આવી છું.” અઢારેક વર્ષની લાગતી એક લાવણ્યવતી છોકરી એક દિવસ મારે ત્યાં આવી ચડી અને આડી અવળી કોઇ જ લપ્પન-છપ્પન કર્યા વગર સીધી જ મુદાની વાત પર આવી ગઇ. “નામ?” મેં એનાં ચહેરાના હાવ-ભાવ પર બારીક નજર નાખીને પૂછ્યું. “આસવી.” હું એની આંખ વાંચીને સમજી ગયો કે એ સાચું નામ જ કહી રહી હતી.