સમુદ્રાન્તિકે - 17

(78)
  • 7.6k
  • 7
  • 4.8k

‘હવેલી બાંધી તો રજવાડાવાળાયે’ જમી લીધા પછી ચલમ ફૂંકતા નૂરભાઈએ અધૂરી વાતનું અનુસંધાન કર્યું. ‘એટલે અહીં રાજનો હક થયો ગણાય ને?’ ‘કેવી રીતે? પરિંદુ માળો બાંધે, ને આખું જાડ એનું થોડું થઈ જાય?’ કહી તે હસ્યો. ‘હેઠે પોલાણમાં નાગ રે’તા હોય ઈ ય જાડના માલિક. વખત આવ્યે પંખીડાને મારીય ખાય. આ હવેલીનું એવું થ્યું.’ ‘કેમ? કોઈનું ખૂન?’ ‘ખૂન તો નંઈ. પણ લડાઈ થઈ જાત. દહ-બાર ભોડાં પડીય જાત. પણ પટવાનો હાદો ભટ્ટ. ઈ વૈદ્યને લીધે ધીંગાણું થાતા રઈ ગ્યું.’