પ્રકરણ 4 "આપણે બે અણજાણ્યા પરદેશી પંખી, આજ મળ્યો સુખ દુઃખનો સથવારો સંગી" "Hi" "Hey, Hi" ગીતિ એ ફેસબૂક પર રીપ્લાય આપ્યો. તથક અસમંજસમાં હતો કે હવે આગળ શું લખવું. ફ્રેન્ડ રિકવેસ્ટ તો ગીતિએ મોકલી હતી તેથી વાતચીતની શરૂઆત તેણે કરવાનું વિચાર્યું. તથક : "Good Morning" ગીતિ : "Good Morning" બંનેની અંદર વાતોનો દરિયો ઘૂઘવાતો હતો, કેટકેટલી વાતો કરવી હતી, પરંતુ એક મિનિટમાં 30 જેટલા શબ્દો આરામથી ટાઈપ કરતી આંગળીઓ આજે 3 અક્ષરો પણ લખી શકતી ન હતી. તથક : "ગીતિજી, આપના ચિત્રો જોયા. ખૂબ જ અદ્ભૂત છે. હું આપની કલાને બિરદાવું છું. આશા રાખું છું કે આ ચિત્રો