અજવાળાંનો ઓટોગ્રાફ - 35

(24)
  • 6.2k
  • 3
  • 1.4k

૪૦ વર્ષ પછીનો સમય દરેક વ્યક્તિ માટે પડકારજનક હોય છે. એ સમય સ્વીકારનો હોય છે. અત્યાર સુધી મધ્યાહને તપતો શરીર નામનો સૂર્ય ધીમે ધીમે અસ્ત થવા તરફ પ્રયાણ કરે છે. એ ઢળતા શરીર સામે વિદ્રોહ કરીને યુદ્ધ કરવા કરતા, ૪૦ પછીનો સમયગાળો શરીર સાથે શાંતિ-મંત્રણા કરવાનો હોય છે. કાયમ યુવાન રહેલા મનને જ્યારે શરીરનો સાથ નથી મળતો ત્યારે આપણી જાતમાં આંતર-વિગ્રહો ફાટી નીકળતા હોય છે. સફેદ થઈ રહેલા અને ખરતા વાળ, બેતાળાના ચશ્માં, ચહેરા પર ગ્લો લાવવાની મથામણમાં બ્યુટી-પાર્લરના ધક્કા અને આંખોની નીચેના કુંડાળા. ૪૦ પછીની સૌથી મોટી ચેલેન્જ મનુષ્ય માટે પોતાની જ જાતને સ્વીકારવાની હોય છે.